Home> Gujarat
Advertisement
Prev
Next

રથયાત્રા 2019: ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા થયા અમીછાંટણા

 આજે 142મી રથયાત્રા છે. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળે છે. રથયાત્રા પહેલા જ વરસાદ વરસતા ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. લોકોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.  આજે જાણે કુદરત પણ આશીર્વાદ આપી રહી હોય તેવું વાતાવરણ સર્જાયું છે. જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં અમીછાંટણા થયા અને સરસપુરમાં પણ વરસાદથી આહલાદક વાતાવરણ સર્જાયું. 

રથયાત્રા 2019: ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા થયા અમીછાંટણા

અમદાવાદ: આજે 142મી રથયાત્રા છે. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળે છે. રથયાત્રા પહેલા જ વરસાદ વરસતા ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. લોકોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.  આજે જાણે કુદરત પણ આશીર્વાદ આપી રહી હોય તેવું વાતાવરણ સર્જાયું છે. જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં અમીછાંટણા થયા અને સરસપુરમાં પણ વરસાદથી આહલાદક વાતાવરણ સર્જાયું. 

fallbacks

અત્રે જણાવવાનું કે 1876માં મહામંડળેશ્વર નૃસિંહદાસજીએ સ્વપ્નમાં સ્વયં ભગવાને આપેલા આદેશને માથે ચડાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાતી રહી છે. આટલા વર્ષો પછી આજેય રથયાત્રામાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર યથાવત રહ્યું છે. દરેક ધર્મના લોકો ભક્તિભાવપૂર્વક અને રંગેચંગે ભગવાનને આવકારતા રહ્યા છે. વર્ષમાં માત્ર આ એક દિવસે ભક્તોને દર્શન આપવા માટે ભગવાન સામે ચાલીને આવે છે.

વધુ વિગતો માટે જુઓ વીડિયો...

લગભગ ચારસો વર્ષ પહેલાં રામાનંદી સંત શ્રી હનુમાનજીદાસજીએ આજના જગન્નાથજીના મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. એમના પછી ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી ત્યારથી જ આ મંદિર ‘જગન્નાથજીની મંદિર’ તરીકે જગપ્રસિદ્ધ થયું. એમના પછી બાલમુકુંદદાસજી આવ્યા અને તે પછી નરસિંહદાસજી આવ્યા.નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજી આવ્યા અને તેમણે રથયાત્રા શરૂ કરી. લોકવાયકાઓ અનુસાર ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ પણ રથયાત્રાની પોતાની જવાબદારી સ્વીકારી લીધી. તેમણે તાબડતોબ નારિયેળના ઝાડમાંથી ત્રણે ભગવાનના રથ તૈયાર કરીને અમદાવાદ પહોંચાડી દીધા.

જુઓ LIVE TV

1876માં શરૂ થઇ હતી રથયાત્રાની શરૂઆત  
આમ 1876થી શરૂ થયેલી રથયાત્રામાં પરંપરા મુજબ રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ સાચી શ્રદ્ધાથી દર વર્ષે કરે છે. 141 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રામાં ઉત્તરોત્તર મોટી થતી ગઇ.  શરૂઆતમાં માત્ર સાધુ-સંતો જ રથયાત્રામાં ભાગ લેતા હતા અને તેમનું રસોડું સરસપુરના રણછોડજી મંદિરમાં રાખવામાં આવતું, ભક્તજનોની ભીડ વધતા  સરસપુરમાં ઠેર ઠેર રસોડાંઓ ઊભાં કરવામાં આવ્યાં. દર વર્ષે મામેરું પણ અહીંયા જ કરાય છે નરસિંહદાસજી મહારાજે પ્રથમવાર કાઢેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં. ત્યારથી લઇને આજ સુધીમાં રથયાત્રા ઐતિહાસીકથી મોર્ડન બની ગઇ છે.

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More